સ્થાપન કાર્યક્રમ માટે હાર્ડવેરને ઓળખવા માટે zSeries સિસ્ટમ માટે એ જરુરી છે કે કોઈપણ FCP (Fibre Channel protocol) ઉપકરણ જાતે દાખલ કરવામાં આવે. અંહિ દાખલ કરેલ કિંમતો દરેક સાઈટ માટે અનન્ય છે કે જેમાં તેઓ સુયોજિત થયેલા છે.
દાખલ કરેલ દરેક કિંમત બે વાર ચકાસાયેલી હોવી જોઈએ કારણ કે કોઈપણ નાનકડી ભૂલ સિસ્ટમને યોગ્ય રીતે કામ નહિં કરવા દે.
આ કિંમતો પરની વધુ જાણકારી માટે, તમારી સિસ્ટમ સાથે આવેલા હાર્ડવેર દસ્તાવેજીકરણનો સંદર્ભ લો અને સિસ્ટમ સંચાલક કે જેણે આ સિસ્ટમ માટે નેટવર્ક સુયોજિત કર્યું છે તેની સાથે ચકાસો.